• "પરિસ્થિતિ જ્યારે વિપરિત હોય ત્યારે પ્રભાવ અને પૈસો નહિ પણ સ્વભાવ અને સંબંધ કામ આવે છે." • "એવું ક્યારે ન માનતા કે તમને જે કઈ મળ્યું છે તે તમારી હોંશીયારી કે ચાલાકીથી મળ્યું છે. નજર દોડાવશો તો તમારા જેવા હોંશીયાર લોકો ઘણાં દેખાશે જેમને આ બધું નથી મળ્યું." • "માનવી જયારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેના પર કોઈ વિશ્વાસ કરતુ નથી પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાયા છે જયારે તે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ બીજા પર મૂકે છે." • "તમારી કમજોરી ફક્ત એવા માણસને કહો જે તમારી સાથે અડીખમ ઉભા રહે કારણ કે સબંધ મા વિશ્વાસ અને મોબાઇલ મા નેટવર્ક ન હોય ત્યારે લોકો GAME રમવાનું શરુ કરી દે છે." • "ગઈ કાલે હું ઉદાસ હતો. આજે હું ખુશ છું. ગઈ કાલે મને એક સમસ્યા હતી. એ જ સમસ્યા આજે પણ છે. પણ એને જોવાની રીત બદલી નાખી છે." •