અમારા વિશે:
અમારા દ્વ્રારા ઉત્પાદીત કરવામા આવતી પ્રોડક્ટ માં રાસાયણીક ખાતર કે દવાનો ઉપયોગ કરવામા આવતો નથી. પરંતુ તેની જગ્યાએ ભરપૂર સેન્દ્વ્રીય ખાતર અને કુદરતએ આપેલા સ્ત્રોત નો ઉપયોગ કરવામા આવે છે. આમરી ગૌશાળા માં જે દેશી ગાયો છે
તેના છાણ નો સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને ગૌ મૂત્ર માં જંગલી વનસ્પતી ઉમેરીને જીવામૃત(દવા) બનાવામાં આવે છે. આ મુજબના કુદરતી સ્ત્રોત નો ઉપયોગ કરીને પાક નું ઉત્પાદન કરવામાં આવે છે. અમારી પ્રામાણિક્તા અને પારદશઁતા ચકસવા આપ રુબરુ અમારા ફામઁની મુલાકાત લઈ શકો છો. અમો પયાઁવરણ નુ જતન કરીને રસાયણ રહિત ઉત્પાદન કરવા કટિબધ છિએ. અમો આમાં થી થયેલ આવક માંથી સેવા કાયઁ સિદ્ધ થાય તેવા પ્રયત્નશિલ
છીએ.
ઓર્ગેનિક પ્રોડકટ:
- ગૌ માતા ને બચાવવા નો પ્રયાસ.
- સેન્દ્રિય ખેતીની પેદાશો કુદરતી સ્વાદ અને મીઠાશથી ભરપૂર હોય છે.
- જેવુ અન્ન્ એવુ મન એ સુત્રને પણ સાથઁક કરી શકીએ. રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે, આ પેદાશો ના નિયમિત ઉપયોગથી નવજાત શીશુ માં ખોડખાપણ ના પ્રમાણ માં ઘટાડો થાય છે. શરીર માં વાયુ થી થતા રોગોને નિયમન મા રાખે છે અને આવા અનેક પ્રકારના રોગો સામે લાંબા સમયે રક્ષણ મેળવી નિરોગી રહી શકાય છે. સાત્વિક વિચારો આવે છે. “પહેલું સુખ તે જાતે નયાઁ” ના સુત્ર સાથે અને સાત્વિક વિચારો દ્વારા ઘર, ગામ, દેશ એમ સવેઁના વિકાસ માં સહભાગી બની શકીએ છીએ.
- હોસ્પિટલ માં ખચઁ કરવા કરતા શુદ્ધ્ અને સાત્વ્વિક પ્રોડકટનો ઉપયોગ હિતાવહ છે.
- હેલ્થ પોલીસી ને બદલે સાચો અને સાત્વ્વિક આહાર લેવાનું રાખવાથી આજીવન ફાયદો થશે.