ઓર્ગેનિક કેરી
કેસર કેરી
સેન્દ્રીય ખાતર દ્વારા તૈયાર કરવા માં આવતી કચ્છની કેસર કેરી તેના સ્વાદ, મીઠાશ અને અનેક ગુણો ને કારણે "ફળો ના રાજા " નું ઉપનામ આપવા માં આવે છે.કેરી પ્રાદેશિક વાતાવરણ પ્રમાણે અલગ અલગ આકાર અને કદ માં મળે છે. સાથો સાથ આપણે આ વાત સાથે પણ સંપૂર્ણ સહમત હોવાના કે તેનો ગર્ભ રસવાળો , નારંગી પીળાશ પડતો રંગ આપણી સ્વાદેન્દ્રીય ને ઉત્તેજિત કરતો હોય છે. અમારા સેન્દ્રીય ખાતર દ્વારા તૈયાર કરવામાં આવતી કેરી નામ પૂરતી જ ખટાશ કારણે વધારે મધુર લાગે છે. ઉનાળો આવતા ની સાથે જ કૃત્રિમ રીતે રસાયણોથી પાકવામાં આવતી કેરીઓ ને કારણે થતી શારીરિક સ્વાસ્થ્યને થતા નુકશાન ની સરખામણી માં પ્રજાની જાગૃતિ તથા રુચિ સેન્દ્રીય રીતે પાકવામાં આવતી કેરી તરફ વધી રહી છે. આ રીતે પાકવામાં આવતી કેરી પૌષ્ટિક અને તંદુરસ્તીના હિસાબે પણ અસરકારક આહાર છે.
સેન્દ્રીય ખાતરથી ઉછરેલી કેરી ના ફાયદા:
- કેન્સર અટકાવા:- સંશોધ નો બાદ જણાવાયું છે કે સેન્દ્રીય ખાતર થી ઉછરાયેલી કેરી નીચેના રોગો સામે રક્ષણ આપે છે.
- કોલોન (આંતરડા), બ્રેસ્ટ (સ્તન ), લ્યૂકેમિયા (લોહીના) , પ્રોસ્ટના કેન્સર જેવા રોગોના નિવારણ માટે પણ મદદરૂ છે.
- એલર્જી (ઘૂંટણ તથા અન્ય એલર્જી)
- કોલેસ્ટ્રોલ નિયમન:- ફાઈબરનું ઊંચું પ્રમાણ પ્રેટકટીન અને વિટામિન 'સી ' ખાસ "લોડેસીટ લીવો પ્રોટીન" (ખરબત્તત્વો) ના નિયમન માટે ઉપયોગી પુરવાર થયેલ છે.
- ચામડી ની સારવાર માટે:- ચામડીની આંતરિક અને બહારના આવરણ માટે તેમજ બંધ થઇ ગયેલા છિદ્રો માટે અને ખીલને થતા અટકાવવા માટે પણ ઉપયોગી છે.
- આંખના આરોગ્ય માટે:- એક કપ કેરીના ગરમાં 25% વિટામિન 'સી' છે જે આંખ ની દ્રષ્ટિ માટે ઉપયોગી છે. તેમાં પણ રતાંધળા માટે તથા આંખના પ્રવાહી નું ઘટવું વગેરે રોગો માટે ફાયદાકારક છે.
- આલ્કલીન (ક્ષારીય ) શરીરના પુરા ભાગમાં નિયંત્રણ:- ટાર્ટરિક એસિડ, મેલિક એસિડ અને સાઈટ્રિક એસિડ જે આ ફળમાં મળી આવે છે તે શરીરમાં અલ્કલીનનું પ્રમાણ જાળવી રાખે છે. સેન્દ્રીય રીતે ઉછરેલી કેરીઓ વિટામિન 'એ' નો મોટો સ્તોત્ર છે.
- સેંદ્રિય ખાતર થી તૈયાર કરાયેલી કચ્છની કેસર કેરીનો ઉપયોગ ટુકડા કરીને લાંબા સમય સુધી કરી શકાય છે.
- કચ્છની કેસર કેરીનો "આમરસ" ગરમીમાં ખુબ ઉપયોગી રહે છે.
- પાચન માટે ઉપયોગી:- અપચો, અધિક એસિડિટી વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવા માં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કેરીઓમાં રહેલો પાચકરસ કુદરતી અને અસરકારક પાચન માટે મદદ કરે છે. એસ્ટર્સ જેવા કેરીમાં રહેલા બાયો-સક્રિય ઘટકો ટેરપેન્સ, એલ્ડિહાઈડસ ભૂખ વધારવામાં મદદરૂપ છે. પાચન શક્તિ અને ક્રિયા સુધારે છે.