ઓર્ગેનિક મગ
મગ એક પોષણક્ષમ અને આરોગ્યવર્ધક ખોરાક તરીકે ઓળખાય છે. મગમાંથી આપણને વધુ પ્રમાણમાં પ્રોટીન મળે છે. અને તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. તેની સાથે સાથે વિટામીન અને ખનીજતત્વોથી ભરપૂર છે.
મગમાં પ્રોટીન,ફાઈબર અને વિટામીન વિપુલ પ્રમાણમાં હોવાની સાથે સાથે તે ઓછી ચરબી અને ઓછા પ્રમાણમાં કેલરી ધરાવે છે.તેથી તે સ્વાસ્થની રીતે ઉત્તમ માનવામાં છે.
મગમાં પ્રોટીન,ફાઈબર અને વિટામીન વિપુલ પ્રમાણમાં હોવાની સાથે સાથે તે ઓછી ચરબી અને ઓછા પ્રમાણમાં કેલરી ધરાવે છે.તેથી તે સ્વાસ્થની રીતે ઉત્તમ માનવામાં છે.
મગના ફાયદા:
- મગને શક્તિવર્ધક કહેવામાં આવે છે.જેનું મુખ્ય કારણ તેમાંથી મળતા પ્રોટીન,ફાઈબર, વિટામીન A ,વિટામીન B, વિટામીન E, વિટામીન D ,વિટામીન C, વિટામીન K ભરપૂર માત્રામાં મળે છે.
- મગમાં કેલ્શીયમ , પોટેશીયમ ,આર્યન મેગ્નેશીયમ ,ફોસફરસ ,ઝીંક ,કોપર ,અને મેંગેનેઝ જેવા ખનીજો પણ વિપુલ માત્રામાં મળી રહે છે.
- મગ પાચનતંત્ર માટે ખુબ ઉપયોગી છે.મગ પચવામાં ખુબ જ સારા રહે છે.તે ઉપરાંત મગથી બીજા કઠોળથી થતી ગેસ થવાની તકલીફ થતી નથી. મગ કબજીયાત માટે પણ ઉપયોગી છે.
- મગ ડાયાબીટીસ ,હૃદયરોગ ,કેન્સર ,એનીમીયા ,પાચનતંત્ર ,એસિડીટી જેવા અનેક રોગોમાં ખુબ જ ઉપયોગી છે.
- મગમાંથીમળતા તત્વો ચામડી માટે ખુબ જ સારા માનવામાં આવે છે.એક શોધ મુજબ મગનો એન્ટી એજિંગ ખોરાક તરીકે પણ ઉપયોગ થાય તેમ સૂચવે છે.
- અમારા ત્યાં ઉત્પાદીત થતા મગમાં કોઈપણ પ્રકારના રાસાયણીક દવા અને રાસાયણીક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી.અમે સંપૂણ રીતે સેન્દ્રીય પધ્ધતીથી ઉત્પાદન કરીએ છીએ. જેના લીધે મગમાંથી કુદરતી રીતે મળતા તત્વો જળવાઈ રહે છે.
મગનો ઉપયોગ :
- મગને મુખ્યત્વે રાંધીને , બાફીને , તથા ફણગાવીને ઉપયોગ કરવામાં આવે છે.મગમાંથી બનતી ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.