ઓર્ગેનિક બટાકા
બટાકા જગતના સૌથી સામાન્ય અને મહત્વપૂર્ણં ખાદ્ય સ્રોતો માંથી એક છે.અને એ જે આરોગ્યપ્રદ ગુણ ધરાવે છે તેના કારણે બટાકાને ખોરાકની મુખ્ય ઘટક બનાવે છે. જેથી તે વિશ્વભર માટે એક આરોગ્યપ્રદ સંપતી બની ગયા છે.
અમારા સેન્દ્રીય બટાકા શક્તિ અને પોષણનું સંગ્રહ સ્થાન છે. જેમાં વિટામીન અને પોષક તત્વો ની વિપુલ માત્રાથી ભરપૂર છે. આ બટાકા લાંબા સમય સુધી બગડતા નથી. આધુનિક પ્રણાલી પ્રમાણે બટાકાનું ઉત્પાદન ખાસ ટેક્નોલોજી, યંત્ર સામગ્રીના ઉપયોગ કરીને તેને ઉગાડવામાં આવે છે.
બટાકાના ઉત્પાદકો જે યુક્તિ અને તકનીકનો ઉપયોગ કરે છે તે પ્રતિબંધીત છે. વૈકલ્પીક અભીગમ અને ટેકનોલોજીના બદલે કુત્રિમ ખાતર, કુત્રિમ રસાયણ, હર્બીસાઈડ, જંતુનાશક અને ફુગનાશક દવાઓના ઉપયોગ પર આધાર રાખે છે જે હિતાવહ નથી.
અમે અમારા બટાકામાં નીચેની બાબતો ધ્યાનમાં રાખીએ છીએ.
- યોગ્ય સમયે વૃધ્ધિ અને આયોજિત પરીભ્રમણ.
- તંદુરસ્ત વાવેતર અને રોગમુકત બીજ.
- સેન્દ્રીય ખાતર અને ગોમુત્ર દ્વારા વધારાના પોષણની પૂર્તી.
- યાંત્રિક અને અન્ય બિન રાસાયણીક નિંદણ નિયંત્રણ.
- આધુનીક જંતુનાશકો વિના જંતુ અને રોગ નિયંત્રણ.